
| ભારતીય ટીમને એફઆઈએચ મહિલા હોકી વિશ્વકપના પૂલ એ ના મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતને વિશ્વકપના પૂલ એ ની મેચમાં ન્યૂઝીલેંડના હાથે 0-3થી પરાજયનો સામનો કરવો પડ્યો. કપ્તાન કાયલાએ ન્યુઝીલેંડ માટે 44મી અને 55મી મિનિટે ગોલ કર્યો જ્યારે કે કૈટી ગ્લિને 52મી મિનિટે ગોલ કર્યો. ભારતીય ખેલાડી સુભદ્ર પ્રધાન અને સી થોકચોમને બીજા હાફમાં પીળુ કાર્ડ જોવુ પડ્યુ. |
| ઈગ્લેંડ યાત્રા પર વિવાદોથી ઘેરાયેલી પાકિસ્તાની ટીમ મેદાન પર પણ શર્મસાર થઈ રહી છે અને મેજબાને તેને બીજી ટ્વેંટી-20મેચમાં 89 રન પર સમેટ્યા પછી છ વિકેટે હરાવીને બંને મેચની શ્રેણી 2-0થી જીતી લીધી. |
| ફિલ્મ 'દબંગ'માં મલાઈકાનુ 'મુન્ની બદનામ હુઈ' આઈટમ નંબર કેટરીના માટે પડકારરૂપ બની ગયુ છે જી, હા કેટરીના પણ હવે આઈટમ નંબર કરતી જોવા મળશે. મતલબ સલમાનના જીવનની બે ખાસ વ્યક્તિ એક તો ભાભી અને એક ખાસ મિત્ર સામસામે જોવા મળશે. કેટરીના પોતાની આવનારી ફિલ્મ 'તીસ માર ખાં'માં એક સેક્સી ડાંસ નંબર કરી રહી છે. આ ગીતના બોલ છે 'શીલા કી જવાની'. નિર્દેશક ફરાહ ખાનની આ ફિલ્મમાં કેટરીનાએ 'દબંગ'ની મુન્ની જેવો જ રોલ અપનાવ્ય |
| મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર પાટિલે બુધવારે કહ્યુ કે પુનામાં જર્મન બેકરી વિસ્ફોટૃ બાબતે મુંબઈના આતંકવાદ નિરોધી ટુકડીએ પુના અને નાસિકથી બે લોકોની ધરપકડ કરી છે. |
| આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 94 સદી સહિત કુલ 132 સદી બનાવનારા સચિન આ રમતનુ સૌથી નાનુ પ્રારૂપ ટ્વેંટી-20મા હજુ પણ પ્રથમ સદીની તાકમાં છે અને શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલ મુંબઈ ઈંડિયંસના કપ્તાન દસ સપ્ટેમ્બરથી શરૂ થનારા ચેમ્પિયન લીગમાં આ તક ઝડપવા માંગે છે. |
| બુધવારે બીએસઈનો સૂચકાંક સવારે 9 વાગ્યે 104 અંક ઘટીને 18,541 પર ખુલ્યો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક સવારે 9 વાગ્યે 38 અંક ઘટીને 5571 પર ખુલ્યો હતો. |
| પદ્મ વિભૂષણથી સન્માનિત અને 18 ભાષાઓમાં 12,000થી વધુ ગીત ગાઈ ચુકેલ આશા ભોંસલેની આ સુરીલી યાત્રા આજે પણ યથાવત છે. પ્રખ્યાત પાશ્વ ગાયિકા આશા બુધવારે પોતાનો 77મો જન્મદિવસ ઉજવશે. તે આજે પણ બોલીવુડમાં મજબૂત સ્થિતિમાં છે અને તેના ઘણા પ્રશંસકો છે. |
| જોર્જિયાના સૈન્ય હોસ્પિટલમાં બંદૂકની અણી પર કેટલાક લોકોને બંદી બનાવી માનસિક ઈલાજની માંગ કરી રહેલ એક પૂર્વ સૈનિકે તપાસકર્તાઓને જણાવ્યુ છે કે તેની યોજના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂવ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને મારવાની હતી. |
| યોગ ગુરૂ બાબા રામદેવે કેન્દ્રીય મંત્રી પી. ચિંદબરમના ભગવા આતંકવાદ પર આપેલ નિવેદનની કડક શબ્દોમાં આલોચના કરતા કહ્યુ કે આ 'શરમજનક' છે કે દેશના ગૃહમંત્રીએ આવા શબ્દો ઉચ્ચાર્યા છે. |
| ટાટા સમૂહના અધ્યક્ષ રતન એન ટાટાને અમેરિકાના પેપરડીન વિશ્વવિદ્યાલયે ડોક્ટર ઓફ લો ની માદ ઉપાધિથી સન્માતિ કર્યા છે. શ્રી ટાટાએ અહી આયોજીત એક કાર્યક્રમમાં આ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપાધિ અમેરિકાના કેલીફોર્નિયાના પેપરડીન વિશ્વવિદ્યાલયના રિજેટ્સ બોર્ડના અધ્યક્ષ એંડૂવના બેટાને અહી પ્રદાન કરી. |
| અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કુરાન સળગાવવાની યોજનાની નિંદા કરી છે. અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યુ કે તે ફ્લોરિડાના એક પાદરી દ્વારા પવિત્ર કુરાનને સળગાવવાના પ્રસ્તાવિત 'અસભ્ય અને શરમજનક' કૃત્યની આલોચના કરનારાઓની સાથે છે. |
| બોલીવુડ અભિનેતા શાઈની આહુજાની નોકરાણી પોતાના નિવેદન પરથી પલટી ગઈ છે. અભિનેતા શાઈની આહુજાની નોકરાણીએ પોતાના નિવેદન બદલતા કહ્યુ કે શાઈની પર લાગેલ બળાત્કારનો આરોપ ખોટો છે. |